વાંકાનેરના રાણેકપર ગામે સગીર વયની દીકરી પર છેડતી કરી ફરિયાદ ન કરવા માટે તેમના પિતા ઉપર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના રાણેકપર ગામે ફરિયાદી ઈદ્રીશભાઈ હુસેનભાઈ બાદી ની દીકરી ને આ કામના આરોપી મૌલાના શૌકતઅલી મકબુલમીયા રહે રાણેકપર મુળ મહેસાણા વાળાએ આજથી ચારેક મહિના પહેલા છેડતી કરેલ હોય જે અંગે ફરીયાદીએ ફરીયાદ કરવા જવાના હોય આરોપી મૌલાના શૌકતઅલી તથા નીઝામુદ્દીન અમી શેરસીયા, ઉસ્માન હબીબ સેરસીયા, હુસેન નુરમામદ સેરસીયા સરપંચ, મામદ જલાલ સેરસીયા, ઈબ્રાહિમ મામદ ઉર્ફે ભુરી ઈબો રહે. બધા રાણેકપર અને સીકો સંધિ રહે. પંચાસરવાળા તેમ બધા સીકો સંધિ ની ઇકો કારમાં જઈ ફરિયાદીને ફરિયાદ કરવા જતો હોય તેનો ખાર રાખી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદી નહીં માનતા આરોપીઓએ લાકડી ધોકાથી હુમલો કરતા ફરિયાદી ભાગીને પોતાના ભાઈ ના મકાનમાં જઈ દરવાજો બંધ કરી પોલીસને જાણ કરતા પોલીસ આવતા આરોપીઓ નાસી ગયેલ જે અંગેની ફરીયાદીએ ફરીયાદ આપતાં ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ ના પી.એસ.આઈ. ધાંધલ ચલાવી રહ્યા છે.

- text

- text