મોરબીમાં ઉમા વિદ્યા સંકુલના ૯૦૦ છાત્રોએ ૧૦૮ની સેવાઓ વિશે માહિતી મેળવી

- text


મોરબી : મોરબીનક સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓને ૧૦૮ની ટીમ દ્વારા વિશેષ જાણકારી આપવામાં આવી હતી. જેમાં સંકુલના ૯૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રસપૂર્વક ૧૦૮ની ઇમરજન્સી સેવાઓ વિશેની મહત્વની જાણકારી મેળવી હતી.

મોરબીના સમાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપમાં આવેલી ઉમા વિદ્યા સંકુલમાં બાળકના સર્વાંગી વિકાસ હર હંમેશ અલગ અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે, આજરોજ મોરબી જિલ્લાની ૧૦૮ ની ટીમ દ્વારા ૯૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને ૧૦૮ ની કામગીરી તથા ૧૦૮ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

- text

જેમાં કોઈ પણ દર્દીને સારવાર કઈ રીતે આપવામાં આવે છે, તથા ક્યાં ક્યાં પ્રકારની સુવિધા એમ્બ્યુલન્સમાં હોય છે તેની ચિવટપૂર્વક માહિતી શક્તિભાઈ તથા પ્રવીણભાઈ દ્વારા આપવામાં આવી હતી. ૧૦૮માં ફોન કરી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને અમુક જ સેકંડોમાં તેમનો પ્રત્યુત્તર આવ્યો હતો. સાથે સાથે ૪૦ જેટલા સ્ટાફ મિત્રોએ ૧૦૮ ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી. સચોટ અને પ્રત્યક્ષ ૧૦૮ની માહિતી આપવા બદલ ટ્રસ્ટી અશ્વિનભાઈ અધારાએ ૧૦૮ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text