વાંકાનેરના આઇસીડીસી વિભાગમાં આગથી દોડધામ

- text


વાંકાનેર : વાંકાનેરના આઈસીડીએસ વિભાગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ આગમાં આઇસીડીએસના ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલ કચરો બળીને ખાખ થઈ ગયો હોવાની વિગતો મળી છે.

વાંકાનેરમાં આવેલ આઇસીડીએસ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ભભૂકી ઉઠી હતી.બિલ્ડીંગમાં આગ લાગતા જુના જીપના ટાયર, કેરબા અને કાગળ જેવી વસ્તુઓ ખાખ થઇ હતી.આગની જાણ થતા તેના પર પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો અને થોડા સમયમાં આગ કાબુમાં આવી ગઈ હતી.

- text

- text