માળીયા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત

- text


પ્રમુખે જ્યારથી પદ સંભાળ્યું ત્યારથી વિકાસ કામો ટલ્લે ચડ્યા અને ભ્રષ્ટાચાર વધ્યો હોવાનો સદસ્યોનો આક્ષેપ

માળીયા : માળિયા નગરપાલિકાના નવ સદસ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. નગરપાલિકા પ્રમુખે જ્યારથી કારભાર સાંભળ્યો ત્યારથી વિકાસ કામ ટલ્લે ચડી ગયા હોય તેમજ ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાનું કારણ આપીને સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા પાલિકાના પ્રમુખ અબ્દુલ હુશેનભાઈ મોવર સામે પાલિકાના નવા સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે જેમાં પાલિકાના સદસ્ય ભટ્ટી મહમદ, મોવર નુરબેન, મોવર ખાતુનબેન, જેડા રોશનબેન, મોવર જેનાબેન, જેડા શાહીદાબેન, જેડા હસીનાબેન, જેડા અલીમામદ અને જામ રહીમભાઈ એમ નવ સદસ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મૂકી છે.

સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત માટેના કારણો આપ્યા છે. સભ્યોના જણાવ્યા મુજબ માળિયા નગરપાલિકામાં તાજેતરમાં થયેલ ભ્રષ્ટાચાર, માળિયા પાલિકાના પ્રમુખ બેઠા ત્યારથી આજ સુધી વિકાસકામો થયા નથી. માળિયા નગરપાલિકાનો વહીવટ તદન ખોરવાઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. માળિયા પાલિકાના ગેરવહીવટથી રોડ, રસ્તા પાણી અને લાઈટ જેવી સુવિધાઓ ટલ્લે ચડી છે. શહેરમાં ગંદકી વધી છે જેથી રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે

- text

ઉપરાંત પ્રી મોન્સૂન કામગીરીની કોઈ તૈયારી દેખાતી નથી અને જેટલા કારણો આપો તેટલા ઓછા છે અને વિકાસના નામે મીંડું હોવાનું જણાવ્યું છે. માળિયા પાલિકાના છ વોર્ડના ૨૪ સદસ્યો પૈકી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે અને ભાજપના માત્ર નવ સદસ્યો જ છે જોકે અવિશ્વાસ દરખાસ્ત લાવનાર નવ પૈકી એક સદસ્ય કોંગ્રેસના હોવાનું જાણવા મળ્યું છે તો અન્ય સદસ્યો પણ તેમના ટેકામાં હોવાનો દાવો ભાજપના આગેવાનો કરી રહ્યા છે

હાલ માળિયા નગરપાલિકામાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંપન્ન થયેલી તાલુકા પંચાયત ચુંટણીમાં જીલ્લાની બે તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી છે જેમાં માળિયા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે તો હવે માળિયા નગરપાલિકા કોંગ્રેસ સાચવી શકશે કે પછી તે પણ ભાજપ છીનવી લેશે કારણકે અવિશ્વાસ દરખાસ્તને પગલે પ્રમુખે બહુમતી સિદ્ધ કરવાનો પડકારનો સામનો કરવો પડશે

- text