જૂની પીપળી : સ્વસ્તિક સંકુલમાં પ્લાસ્ટિક હટાવો વિષય પર જાગૃતિ કાર્યક્રમ

- text


મોરબી : મોરબીના જુની પીપળી ગામ પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવોના વિષય પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરીને પ્લાસ્ટિક હટાવવાનો સંદેશ આપ્યો હતો.

સ્વસ્તિક શૈક્ષણક સંકુલ ખાતે વિશીષ્ટ શૈક્ષણિક પ્રવૃતિનુ આયોજન કરાયું હતુ જેમા ખાસ કરીને આજે પ્લાસ્ટિક હટાવો નુ જે અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે શાળા ના બાળકો એ પ્લાસ્ટિક હટાવો , પર્યાવરણ બચાવો ના વિષય પર વિશિષ્ટ ક્રૃતિ રજુ કરી હતી અને શાળા ના શિક્ષક મયંકભાઈ અઘારા અને સાથે પ્રદીપભાઈ જેઠલોજા એ માર્ગદર્શન આપ્યુ હતુ અને સાથે બિજી ઘણી સામાજિક પ્રવૃતિઓ પણ કરવામાં હતી.

કાર્યક્રમના માર્ગદર્શક તરીકે, જયદીપભાઈ કુંડારીયા, દીપકભાઈ જેઠલોજા અને હેતલબેને વિશિષ્ટ જહેમત ઉઠાવી હતી તે બદલ શાળા ના ટ્રસ્ટી હેમંતભાઈ રાજપરા અને મયુરભાઈ માકાસણા આભાર વ્યકત કર્યો હતો.

- text

 

- text