મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાની દ્વિતીય કારોબારી બેઠક મળી

- text


બેઠક બાદ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું

મોરબી : નાના જડેશ્વર ધામ ખાતે જિલ્લા બક્ષીપંચ મોરચાની દ્વિતીય કારોબારી બેઠક મળેલ હતી. આ બેઠકમાં પ્રદેશ બક્ષીપંચ મોરચા સહિતના ભાજપના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અનેક મહાનુભાવોએ સંબોધન કરીને માર્ગદર્શન પણ આપ્યું હતું. બેઠકના અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

બેઠકમાં મોરબી જિલ્લા ભાજપના સંગઠન પ્રભારી અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી મેઘજીભાઇ કંજારિયા, તથા પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન આદરણીય નરેન્દ્રભાઈ સોલકી કે જેઓ ગુજરાત પ્રદેશ ભાજપમાં બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે તેમજ આપા ગિગા ઓટલો – ચોટીલાના મહંત તરીકે આધ્યાત્મિક સેવા સાથે પણ તેઓ જોડાયેલા છે. તદોપરાંત ત્રીજા પ્રદેશ કક્ષાના મહાનુભાવ તરીકે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ આદરણીય ધર્મેન્દ્રભાઈ ભગત સહિતના મહાનુભાવો એ ખાસ ઉપસ્થિત રહીને જિલ્લા બક્ષીપંચ કારોબારી બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

- text

મોરબી જિલ્લાના ભાજપ અગ્રણી અને પછાત વર્ગ વિકાસ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ વાળા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. મોરબી જિલ્લા ભાજપ સંગઠનના અધ્યક્ષ રાઘજીભાઇ ગડારા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. તેમજ તેઓનો જન્મદિવસ હોય સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા તેઓને સામૂહિક રીતે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

જિલ્લા બક્ષિપંચ મોરચા કારોબારી બેઠકના અધ્યક્ષ તરીકે જેઠાભાઇ મિયાત્રા દ્વારા ઉદબોધન કરવામાં આવેલ તેમાં તેઓએ ભારત સરકારની અને ગુજરાત સરકારની અનેકવિધ ચાલતી યોજનાઓ વિશે કહેતા જણાવ્યુ કે આપણે સૌએ સહિયારા પ્રયાસ દ્વારા આ તમામ યોજનાઓ નો લોકોને વધુમાં વધુ લાભ કાઇ રીતે મળે તે અંગે સક્રિય રહીને સૌને કટિબદ્ધ થવાનું આહવાહન કર્યું હતું. અને આ પ્રસંગે સૌ મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ.

સમગ્ર જિલ્લા બક્ષિપંચ મોરચાની કારોબારી બેઠકનું સંચાલન પ્રભારી જિલ્લા કાર્યાલય શ્રી વિજયભાઇ લોખીલ દ્વારા કરવામાં આવેલ. તેઓ ઉપાધ્યક્ષ તરીકે મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચામાં જવાબદારી સંભાળે છે તેમજ જિલ્લા મીડિયા સેલના ઇન્ચાર્જ તરીકે પણ તેઓ જવાબદારી સંભાળી રહ્યા છે.

 

- text