મોરબી, વાંકાનેર અને ટંકારામાં મેઘરાજાની પધરામણીથી ખુશીની લહેર

- text


વાંકાનેરમાં ૨૧ મિમિ , ટંકારામાં ૩ મિમિ : મોરબીમાં વરસાદ શરૂ

મોરબી : મોરબી, વાંકાનેર અને ટંકારામાં આજ રોજ મેઘરાજાની પધરામણી થતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જ્યારે મોરબી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે હાલ વરસાદ શરૂ થયો છે. ત્યારે મોરબીવાસીઓ મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાથના કરી રહ્યા છે.

- text

ટંકારા અને વાંકાનેરમાં મેઘરાજાનુ આગમન થયું છે. વાંકાનેરમાં ૧ ઈંચ જ્યારે ટંકારામાં ૩ મિમિ વરસાદ નોંધાયો છે. બન્ને પંથકમાં ગરમીમાથી રાહત થઇ છે. અગાઉ વાવેતર કરેલા ખેડુતોમાં આકાશમાથી જાણે કાચુ સોનુ વરસ્યુ હોય તેવી ખુશી વ્યાપી છે. વરસાદમા ભીંજાવાની મજા માણવા નાનેરાથી લઈ મોટેરા શહેરીજનો રસ્તા પર ઉતરી આવી નાહવાનો આનંદ લીધો હતો જોકે પ્રથમ વરસાદે ટંકારામાં વિજળી રાણી રીસાયા હોય ચોતરફ અંધકાર ફેલાઈ ગયો હતો.

મોરબીમા હાલ વરસાદ શરૂ થયો છે. છેલ્લા ઘણા દિવસથી સંતાકૂકડી રમતા મેઘરાજા આજે મન મુકીને વરસી પડે તેવી નગરજનો પ્રાથના કરી રહ્યા છે.

- text