મોરબી : સૈફુદીન સિઝે સરદાર પટેલ પર કરેલી ટીપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા સૂત્રોચાર

- text


મોરબી : પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદિન સીઝ દ્વારા સરદાર પટેલ પર કરવામાં આવેલી ટીપ્પણીના વિરોધમાં આજે મોરબી જીલ્લા ભાજપ દ્વારા નહેરુ ગેઇટ ચોકમાં વિરોધ પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

- text

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કાશ્મીરના કોંગી નેતા સૈફુદીન સોઝએ સરદાર પટેલ અંગે કરેલી ટીપ્પણીથી સરદાર પટેલનું અપમાન થયું હોય જેથી ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની ઉપસ્થિતિમાં નહેરુ ગેઇટ ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રસંગે યુવા મોરચાના રવિભાઈ સનાવડા, સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

- text