મોરબીના નરસંગ મંદિરે કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા રવિવારથી ત્રી દિવસીય રોગ નિદાન કેમ્પ

- text


તા.૪ થી હળવદ અને તા. ૭ થી રાજકોટ, અમદાવાદમાં કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના નરસંગ મંદિરમાં આગામી તા. ૧ જુલાઈને રવિવારથી ત્રી-દિવસીય રોગ નિદાન કેમ્પ યોજાનાર છે. જેમાં કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા અને જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.

ઉતરાખંડની એકમાત્ર ગૌશાળા કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા જ્યા માંદી, લાચાર , અંધ, વૃદ્ધ તથા કતલખાનેથી બચાવીને લઈ આવવામાં આવેલ તેમજ નંદીની સેવા કરવામાં આવે છે. આ ગૌ શાળાના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ તેમજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર દ્વારા મોરબી જિલ્લામાં વિનામૂલ્યે વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં ચામડીના રોગો, સોર્યાસિસ, જુનુ ખરજવું, જૂનું દાદર , સાંધાના દુખાવા, ઢીંચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરીંગ, વેરીકોઝવેન, નપુશંકતા, અસાધ્ય સ્ટ્રીરોગ, વાળની સમસ્યાઓ, અવિકસિત બાળક, માંસપેસીઓનો રોગ, પાતળાપણુ, મોટાપો, કરરોડરજુના મણકાની ગાદી ખસી જવી, હદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક રોગોની સારવાર કરવામાં આવશે.

આ કેમ્પ મોરબીના નરસંગ મંદિરમાં તા.૧,૨ અને ૩ જુલાઈના રોજ યોજાશે. બાદમાં હળવદના શરણેશ્વર મંદિરમાં તા.૪, ૫ અને ૬ જુલાઈએ તેમજ તા. ૭,૮ અને ૯ના રોજ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં યોજાશે. વધુ વિગત માટે સ્વામી સત્યાનંદજી મો.નં. ૬૩૫૨૭ ૦૩૧૬૦, ૯૪૧૧૭ ૦૮૫૮૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text