મોરબીમાં ઓરી અને રુબેલા રસીકરણના પ્રચાર પ્રસાર માટે વિવિધ ધર્મોના આગેવાનો સાથે બેઠક

- text


જિલ્લા પંચાયત કચેરી ખાતેની બેઠકમાં અધિકારીઓએ રસીકરણ અંગેની વિસ્તૃત વિગતો આપી

મોરબી : આગામી તા ૧૫ જુલાઈથી શરૂ થનાર ઓરી અને રુબેલા રસીકરણ અભિયાનના પ્રચાર પ્રસાર માટે આજ રોજમોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ ધર્મોના આગેવાનો સાથે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણાના માર્ગદર્શન હેઠળ બેઠક યોજવામાં આવી હતી.

૧૫ જુલાઈથી શરૂ થતા ઓરી અને રુબેલા રસીકરણ અભિયાનમાં મોરબી જિલ્લાના આશરે ૩ લાખ બાળકો કે જેમની ઉંમર ૯ માસથી ૧૫ વર્ષ સુધીની છે. તે તમામ બાળકોને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેના પ્રચાર પ્રસાર માટેના રાખેલા વર્કશોપમાં જિલ્લાના ૫૫ જેટલા વિવિધ ધર્મોના આગેવાનોએ હાજરી આપી હતી. તેઓએ ઓરી અને રુબેલા રસીકરણ વિશેના ફાયદા સમજાવી વિશેષ માહિતી આપવામાં આવી હતી.

- text

બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.વી. બાવરવા, આર.સી.એચ.ઓ. ડો.ડી.જી. બાવરવા તેમજ ડબ્લ્યુએચઓના પ્રતિનિધિ ડો. અમોલ ભોંસલે સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text