મોરબીની આર્ટ્સ કોલેજમાં એન્ટી ડ્રગ્સ ડેની ઉજવણી

- text


પ્રાધ્યાપકોએ વિધાર્થીઓને વ્યસનથી થતી સામાજિક અને આર્થિક નુકશાન વિશે માહિતી આપી

મોરબી : મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં વિશ્વ એન્ટી ડ્રગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સથી થતા નુકશાન અંગેની ફિલ્મ બતાવવામાં આવી હતી. સાથે વ્યસનો અને વિપરીત અસરો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડો.એલ.એમ. કંઝારીયાના માર્ગદર્શન હેઠળ કોલેજમાં વિશ્વ એન્ટી ડ્રગ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાર્થીઓને ડ્રગ્સ અને તેનાથી થતા નુકશાન અંગેની એક દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેમાં વ્યસનના કારણે એક યુવાન અને પરિવાર કેવો બરબાદ થાય છે તે દર્શાવાયું હતું.

- text

પ્રા. જોશી અને પ્રા. રાજપૂત તેમજ પ્રિન્સીપાલ ડો. કંઝારીયા દ્વારા વ્યસન અને વ્યસનથી થતી સમાજીક અને આર્થિક નુકશાની અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આધુનિક ટેકનિકને પ્રયોગ કરીને દસ્તાવેજી ચિત્ર દેખાડવાનું કામ પ્રા. કે.આર.દંગી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

- text