મોરબીના નવલખી ફાટક પર ટ્રાફિકજામ : વાહનોની ૩ કીમી લાંબી કતાર લાગી

મોરબી : મોરબીના નવલખી ફાટકથી રવિરાજ ચોકડી સુધી આજે બપોરથી ટ્રાફિકજામ સર્જાયો હતો. એક ટ્રકના ટાયરના જોટા અકસ્માતે નીકળી જતા આ ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકના કારણે સાંજ સુધી ત્રણ કીમી લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. ટ્રાફિક જામ થયાને ૩ થી ૪ કલાક વીતી ગઈ હોવા છતાં પોલીસે દેખા ન દીધી હોવાથી વાહનચાલકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

મોરબી નવલખી ફાટકથી રવિરાજ ચોકડી સુધી ટ્રાફીકજામ થતા ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી.મોરબીમા નવલખી ફાટક ઘણા સમયથી ટ્રાફીક જામ ઝોન બની ગયો છે. જેમા આજે ફરી વધુ એક વખત બપોર ના ૩ વાગ્યે આરટીઓ કચેરી નજીક આવેલ પુલ પર અકસ્માતે એક ટ્રક ના ટાયર નો જોટો નિકળી જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગય હતો અને જોત જોત મા આશરે ત્રણ કીમી લાંબી વાહનો ની કતારો લાગી જતા ટ્રાફીક જામ સર્જાયો હતો.

જીલ્લા પોલીસ વડા જયપાલસિહ રાઠોડ દ્વારા ટ્રાફીક નિવારવા માટે જુદા જુદા પ્રયોગો અપનાવે છે ત્યારે આ રોડ બાયપાસ હોવાથી કચ્છ, જામનગર , રાજકોટ અમદાવાદ નેશનલ અને સ્ટેટ હાઈ વેને સ્પર્શતો હોવાથી ભારે વાહનો ની અવર જવર ચોવીસ કલાક રહે છે ત્યારે આ સમયે જીલ્લા ટ્રાફીક પોલીસ જે ચોવીસ કલાક આ જ વિસ્તાર માં પરિવહન કરતી જોવા મળે છે છ વાગ્યા સુધી દેખા પણ દિધી ન હતી અને વાહનચાલકો એ પણ પોતે પહેલા નિકળી જવાની લ્હાય મા મરજી મુજબ આડેધડ વાહન ચાલવતા સામેની સાઈડ પણ બ્લોક થઈ ગઈ હતી અને વાહનો ના થપ્પા લાગી ગયા હતા.