મોરબીમાં રામાનંદી સાધુ સમાજના તેજસ્વી તારલાઓને કરાયા સન્માનિત

- text


૧૫૮ તેજસ્વી વિધાર્થીઓ અને ૮ સમાજરત્નોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા 

મોરબી : મોરબી-માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સમાજના તેજસ્વી તારલાઓનો આજે સન્માન સમારોહ જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો જેમાં રામાનંદી સમાજના ધોરણ ૧ થી ૧૨ સુધીના ૧૫૮ તેજસ્વી તારલાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સન્માન સમારોહમાં સમાજની વિશિષ્ટ પ્રતિભા ધરાવતા એન્જીનીયર, શિક્ષક સહિતના આઠ સમાજ રત્નોનું પણ આ તકે શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા અને કોંગ્રેસ અગ્રણી કે.ડી. પડસુંબીયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- text

વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવવા રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત, ઉપપ્રમુખ સુરેશભાઈ રામાવત તેમજ સલાહકાર મંડળના ભરતભાઈ રામાવત, લક્ષ્મીરામભાઈ રામાવત, ડો. સુરેશભાઈ રામાનુજ, ટ્રસ્ટી મંડળના ચંદ્રકાંત રામાનુજ, દીપકભાઈ કુબાવત, રાજુભાઈ કુબાવત, દુલાભાઈ નિમાવત અને ભાવેશભાઈ રામાવત સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text