મોરબી પાલિકા પ્રમુખનું લાલપરના ગ્રામજનો દ્વારા સન્માન

- text


પ્રમુખ મૂળ લાલપર ગામના વતની હોવાથી ગ્રામજનોમાં ઉત્સવનો માહોલ

મોરબી : મોરબી પાલિકાના પ્રમુખપદે મૂળ લાલપર ગામના વતની કેતનભાઈ વિલપરાની નિમણુંક થતા લાલપર યુવા ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવા સમારોહ યોજવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાલિકામાં પ્રમુખ તરીકે યુવા અને તરવારીયા એવા કેતનભાઈ વિલપરાની નિમણુંક કરાતા વતન લાલપર ગામનું ગૌરવ વધારવા બદલ લાલપર યુવા ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સવ જેવો માહોલ છવાયો હતો, ગામના વડીલો દ્વારા કેતનભાઈ તેમના જાહેર જીવનમાં ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

 

- text