મોરબીના લાતી પ્લોટમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલોસે દરોડો પાડી ચાર ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.

જાણવા મળ્યા મુજબ મોરબી લાતીપ્લોટ શેરીનં-૩/૪ વચ્ચે ખુલ્લી જગ્યામા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧) હાજીભાઇ સીદીભાઇ માજોઠી ઉ.વ-૬૦ ધંધો-ડ્રાઇવીંગ રહે-મોરબી કાલીકા પ્લોટ ભવાની સોડાવાળી શેરી (૨) રાજુભાઇ ભયલાભાઇ પરમાર ઉ.વ-૩૬ ધંધો-મજુરી રહે-માધાપર ના જાપે જડેશ્વર ના મંદીર પાછળ મોરબી (૩) મામદભાઇ ઉર્ફે ગગજી કારાભાઇ ભટ્ટી ઉ.વ-૬૨ ધંધો-મજુરી રહે-મોરબી કાલીકા પ્લોટ નર્મદા હોલની બાજુમાં અને (૪) ઇમરાનભાઇ ગફારભાઇ પરમાર ઉ.વ-૩૫ હે-મોરબી લાતીપ્લોટ જોન્સનગર શેરીનં-૮ વાળાને તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા.

- text

જુગાર દરોડા મામલે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુ.ધા.કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી ગંજીપતા તથા જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડા રૂ-૫૫૫૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ મામલે આર.બી. વ્યાસ એ.એસ.આઇ. મોરબી સીટીએ ડિવી.પો.સ્ટે. વધુ તપાસ કરી રહ્યા છે.

- text