ચરાડવાના યુવાનને ચાલુ ગાડીએ હાર્ટએટેક આવતા મોત

- text


મોરબી : મોરબીની સુપર ટોકીઝ નજીક ગઈકાલે ચરાડવાના યુવાનને ચાલુ ગાડીએ એટેક આવી જતા મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ સલીમભાઇ યુસુફભાઇ મુલતાણી, ઉ.૪૫, રે ચરાડવા વાળા પોતાના હવાલા વાળી ગાડી લઇને મોરબી આવતા હતા ત્યારે સુપર ટોકીઝ નજીક મહેન્દ્રપરા તુલસી બેકરી પાસે પહોચતા હાર્ટએટેક (હુમલો) આવી જતા મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે મોરબી પોલીસે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text