વાંકાનેરમાં પશુ પ્રત્યે ઘાતકી પણું આચરવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પશુ પ્રત્યે ઘાતકીપણુ આચરવાના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં મોરબી એસઓજી સ્ટાફને સફળતા મળી છે.

મોરબી પોલીસ અધિક્ષક જ઼યપાલસિંહ રાઠોડની સુચનાથી નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગેના ઝુંબેશ દરમિયાન મોરબી એસ.ઓ.જી.પો.ઈન્સ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફના એ.એસ.આઇ. અનિલભાઈ ભટ્ટ તથા પો.હેડ.કોન્સ. ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા એમ બધા વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ યાકુબભાઇ પટેલ તથા પો.કોન્સ.નરેન્દ્રસિંહ રધુવિરસિંહ જાડેજા ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન.૩૧૭૦/૨૦૧પ પશુપ્રત્યે ધાતકીપણુ કલમ ૧૧ ડી વિ.ના કામે ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી મુળુ ઉર્કે મુનો ઘુળાભાઇ સિંધવ જાતે સરાણીયા ઉવ.૨૮ ધંધો મજુરી રહે. હાલ ભેટ (સરા) તા.મુળી જી.સુરેન્દ્રનગર મુળ રહે.રાણીપાટ તા.મુળી જી.સુરેન્દ્રગર વાળાને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ આજરોજ ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.એ.એસ.આઇ.અનિલભાઇ મણીશંકરભાઇ ભટ્ટ, પો.હેડ.કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, પો.કોન્સ.નરેન્દ્રસિંહ રઘુવીંરસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ અંબારમભાઇ વાધડીયાએ કરેલ હતી.

- text