વાંકાનેર પંથકમાં ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવતો શખ્સ પકડાયો

- text


એસઓજી ટીમે સરતાનપર રોડ પર સીરામીક ફેકટરીમાં ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવવા અંગે અટકાયત કરી

વાંકાનેર : મોરબી જિલ્લામાં લાયસન્સ વગર ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવવાનો ધંધો ફુલયો ફાલ્યો છે ત્યારે આજે એસઓજી ટીમે એક પરપ્રાંતીય શખ્સને ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવવા બદલ અટકાયતમાં લીધો હતો.

જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ અને મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફે આજે પેટ્રોલીંગ દરમ્યાન વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કલાસીક વિટ્રીકાઇડ સિરામિક નામના કારખાનામાં રમેશ પ્રહલાદ યાદવ રહે. મુડાડીહ, તા. દેવરીયા રાજય ઉતરપ્રદેશ, રહે. હાલ કલાસીક વિટરીફાઈડ સિરામિક નામના કારખાનામાં તા.વાંકાનેર જી. મોરબી વાળા પાસે પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પો.હેડ.કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ. ભરતસિંહ ડાભી, વિજયભાઇ ખીમાણીયા રોકાયેલ હતા.

- text