સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં કામ બાબતે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા કામદારો વચ્ચે કામ બાબતે મારામારી થતા ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ પર આવેલ એમ્બો સિરામિક ફેકટરીમાં માટીકામ બાબતે સુપરવાઈઝર અને કામદારો વચ્ચે માથાકૂટ થતા મામલો હાથ પાઇ સુધી પહોંચતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે જેમાં એક પક્ષે સંદીપ જયપ્રકાશ શર્મા અને તેમના ભાઈ શ્યામભાઈ બાબુલાલ શર્માએ ચાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

- text

સમાપક્ષે સુરેશ બાબુલાલ બુદઢ દ્વારા સંદીપ શર્મા અને તેમના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text