વાંકાનેર : દારૂના જથ્થાની હેરફેર માટે વાહનમાં ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવતી

- text


મેસરીયા ગામેથી ઝડપાયેલા દારૂના જંગી જથ્થા હેરફેર કરવામાં વાપરવામાં આવેલ બોલેરો ગાડીમાં ખોટી નમ્બર પ્લેટ લગાવવા મામલે ઇન્ચાર્જ એલસીબી પીઆઇ વ્યાસે રાજ્ય સેવકને ગેરમાર્ગે દોરવા બદલ ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરના મેસરીયા ગામેથી ગત ડિસેમ્બર માસમાં ઝડપાયેલા દારૂના જંગી જથ્થા હેરફેર કરવામાં વાપરવામાં આવેલ બોલેરો ગાડીમાં ખોટી નમ્બર પ્લેટ લગાવવા મામલે એલસીબીએ ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળ્યા મુજબ આર.ટી.વ્યાસ. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી દ્વારા આરોપી મનસુખભાઇ બાવકુભાઇ ગણંદીયા હાલ રહે. રાજકોટ મુળ રહે.સાલખડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં આ કામના આરોપીએ પોતાના હવાલાવાળી બોલેરો પીકઅપ ગાડી નંબર- GJ-10-TT-0197 ની વિદેશી દારૂની હેરફેર કરવામાં વાપરવાના ઇરાદે બોલેરો ગાડી નંબર-GJ-10-TT-0197 (સાચી નંબરપ્લેટ) ની નંબર પ્લેટમાં નંબર- GJ-03-AV-9164 (ખોટી નંબરપ્લેટ) ની નંબર પ્લેટ લગાડી આ નંબર પ્લેટ ખોટી છે તેવું જાણતો હોવા છતા તેનો ઠગાઇ કરવાના હેતુથી ખરા તરીકે ઉપયોગ કરી રાજય સેવકને ગેરમાર્ગે દોરી આ વાહનનો વિદેશી દારૂની હેરફેરમાં ઉપયોગ કરતા વાહન પકડાઇ જતા આ મામલે ફરિયાદ નોંધાવી છે.

- text