મોરબી : પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેરનામાના કડક અમલની માંગ કરી

- text


મોરબીમાં ઝબલા વાપરતા વેપારીને ઝડપી લેવા વોટ્સએપ હેલ્પલાઇન બનાવાશે

મોરબી : મોરબી પાલિકા દ્વારા સમગ્ર માનવજાત, પશુઓ તેમજ પર્યાવરણ માટે જોખમી એવા પ્લાસ્ટિકના ઝભલા સહિતની ચીજવસ્તુઓ પ્રતિબંધિત કરતા મોરબીની પર્યાવરણપ્રેમી ૨૦ થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓએ ચિફઓફિસર સાથે બેઠક યોજી આ નિયમનો કડક પણે અમલ કરાવવા માંગ કરી હતી જેને પગલે પાલિકતંત્ર દ્વારા ઝભલા વાપરતા વેપારીઓને કાબુમાં લેવા વોટ્સએપ હેલ્પલાઇન શરૂ કરવા જાહેર કર્યું હતું.

શહેરમાં પ્લાસ્ટિકની જોખમી વસ્તુઓ મામલે યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપની સાથે મોરબીની પર્યાવરણ પ્રેમી ૨૦ થી વધુ સંસ્થાઓએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા અને નગર પાલિકાના પ્રમુખ કેતનભાઈ વિલપરા સાથે પ્લાસ્ટિક બંધીના કાયદાને વધુ કડક બનાવા માટે રજુઆત કરી હતી.

સાથે -સાથે પ્લાસ્ટિકનો વપરાશ થતો કયા રસ્તાઓ દ્વારા અટકાવી શકીયે અને તેનો વિકલ્પ શુ ? એ બાબતની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી એ તકે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ ખૂબ સહકાર આપી પ્લાસ્ટિક વાપરતા કોઈ પણ વેપારીની ફરિયાદ કરવા માટે સોશ્યિલ મીડિયાના માધ્યમથી વોટ્સએપ દ્વારા એક હેલ્પલાઇન નંબર બહાર પાડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

- text

આ હેલ્પલાઇન ના માધ્યમ થી કોઈ પણ જાગૃત નાગરિક પ્લાસ્ટિક વાપરનારા વેપારીની દુકાનનું નામ લખી મોકલી શકશે અને નગરપાલિકાની ટીમ દ્વારા ચકાસણી કરીને યોગ્ય દંડ વસુલવામાં આવશે.

જો કે, મોરબીની જનતાને પણ સમજવું જોઈએ કે તંત્રને સાથ સહકાર આપી સ્વચ્છતા અભિયાનને વધુ સફળ કેમ બનાવું અને આપણી ગૌમાતાને પ્લાસ્ટિક ખાતા કેમ બચાવી.

મોરબીના સમજુ નાગરિકોને એક નાની અપીલ

મોરબીના નગરજનો ખુબજ સમજુ છે જેથી કોઈ પણ ઘરવખરીની વસ્તુ લેવા જાવ તો સાથે કાપડની બેગ જરૂર લઈને જવી જેથી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જ ન પડે, જો આ આદત તમામ નગરજનો અમલમાં મુકશે તો અબોલ જીવ બચવાની સાથે પર્યાવરણને થતું નુકશાન અટકશે અને ભાવિ પેઢીને સારો વારસો મળશે.

- text