મોરબીના હાઉસિંગ બોર્ડમાં ગેરકાયદે દુકાન ખડકી દેનારને ચીફ ઓફિસરની નોટિસ

- text


નડતરરૂપ દુકાનને હટાવવા સ્થાનિકોની ચીફ ઓફિસરને રજુઆત : પાલિકા તંત્ર હરકતમાં

મોરબી : મોરબીના હાઉસિંગ બોર્ડમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ ખડકી દઈ દુકાન ઉભી કરીને વેપાર કરનાર સામે સ્થાનિકોએ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે તુરંત જ હરકતમાં આવીને આ દબાણ કરનારને નોટિસ ફટકારી છે.

હાઉસિંગ બોર્ડના સ્થાનિકે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે મોરબી પાલિકા દ્રારા એક ઇસમને ટ્યુબલાઈટનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ત્યારે આ ઇસમ દ્વારા ગેરકાયદે ઓરડીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ તેની પાસે કોઈ કોન્ટ્રાકટ નથી છતા તે ઓરડીમાં વ્યાપાર કરી દુકાન ચલાવવામાં આવી રહી છે.

- text

વધુમાં જણાવાયું હતું કે ગેરકાયદે ખડકાયેલી આ દુકાન અહીંના સ્થાનિકોને નડતરરૂપ છે. આ દુકાનમાં વીજલાઈન તેમજ પાણીની મંજૂરી મળી ન હોવા છતા આ ઇસમ દ્વારા લંગરીયું નાખીને વીજચોરી કરવામાં આવી રહી છે. હાલ આ દુકાન હાઉસિંગ બોર્ડના રહીશો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે આ દુકાન હટાવવાની માંગ ઉઠી છે.

હાઉસિંગ બોર્ડના સ્થાનિકની રજૂઆતના પરિણામે નગરપાલિકાના ચીફ ઓફિસરે તુરંત હરકતમાં આવી ગેરકાયદે બાંધકામ ખડકીને દુકાન ચલાવતા ઇસમને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text