મોરબીમાં શાકભાજીના વેપારીને છરી મારી સોનાના ચેઇનની લૂંટ ચલાવનાર શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં શાકભાજીના વેપારી પર છરી વડે હુમલો કરીને સોનાના ચેઇનનું લૂંટ ચલાવનાર શખ્સને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ શનાળા રોડ પર માર્કેટ યાર્ડમાં દુકાન નં.૩ પાસે શાકભાજીનો વેપાર કરતા રૂપેશભાઈ દિનેશચંદ્ર કાથરાણી ઉ.વ.૪૨ સાથે અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી રહે. સિપાઈ વાસ વાળાએ અગાઉના ઉધાર પ્રશ્ને ઝઘડો કરી છરી વડે હુમલો કરીને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી.

- text

આ મામલે રૂપેશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text