મોરબીમાં દારૂની મહેફિલ માણતા ત્રણ નબીરા ઝડપાયા

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર આવેલ શિવનગર નજીકથી પોલીસે ત્રણ નબીરાઓને વિદેશી દારૂ પીધેલી હાલતમાં મેહફીલ માણતા ઝડપી લીધા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ શિવનગર નજીક ત્રણ નબીરાઓ વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાની બાતમીના આધારે પોલિસે દારૂ પીધેલી હાલતમાં જીગ્નેશ છગન કાનાણી રહે. પંચાસરરોડ, રાજનગર, મોરબી, દિલીપ ગોવિંદ આદ્રોજા રહે,કન્યા છાત્રાલય રોડ સરદાર એપાર્ટમેન્ટ મોરબી, અલ્પેશ રવજી કાનાણી રહે. પંચાસર શિવનગર વાળાને ઝડપી લીધા હતા. આરોપીઓ સામે પોલીસે ગુન્હો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text