મોરબી શહેર જિલ્લામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરી દસ્તાવેજ છોડાવી લેવા તાકીદ

- text


સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્વારા આખરીનામું : દસ્તાવેજ નહિ છોડાવનાર આસમીઓની મિલકતમાં બોજા નોંધ દાખલ કરાશે

મોરબી : મોરબી શહેર જિલ્લામાં મિલકત ધરાવતા અનેક મિલકત ધારકોએ નિયમ મુજબ સ્ટેમ્પ ડ્યુટી ભરી ન હોય અનેક આસમીઓને દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં પડ્યા છે, જેથી હવે આવા દસ્તાવેજ ધારકો જો નિયત દંડનીય રકમ ભરી દસ્તાવેજ નહિ છોડાવે તો તેમની મિલકતમાં બોજા નોંધ પાડવામાં આવશે.

સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટરના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩ર(ક)ના પડતર દસ્તાવેજો સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રને આગળની કાર્યવાહી માટે સંબંધિત જિલ્લાની સ્ટેમ્પ ડમુટી કચેરીઓ તરફથી સોંપવામાં આવેલ છે.જે દસ્તાવેજોમાં મોટા પ્રમાણમાં ખેતી, બીનખેતી, રહેણાંક મકાન, ફલેટ, દુકાનો, ઔદ્યોગિક વિગેરે મિલકતો અંગેના દસ્તાવેજો બજાર કિંમત મુજબની સ્ટેમ્પ ડયુટી વાપરેલ ન હોય,કલમ ૩૨(ક)ની જોગવાઇ મુજબ ખુટતી સ્ટેમ્પ ડમુટી ભરપાઈ ન કરવાથી બાકીમાં છે.

- text

આવા દસ્તાવેજોમાં અગાઉ નોટીસો આપવામા આવેલ હોવા છતાં સંબંધિત આસામીઑ તરફથી ખુટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવામાં આવેલ નથી. હાલ આ દસ્તાવેજોમાં નોટીસો અને હુકમો અંગેની કાર્યવાહી ચાલુમાં છે.તેમજ સદરહુ દસ્તાવેજોમાં ક.૩ર(ક)ની જોગવાઇ મુજબના વસુલાત અંગેના હુકમ મુજબની રકમ જમીન મહેસુલની બાકી ગણી મિલકત ઉપર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવાની થાય છે.

જેથી આવા દસ્તાવેજોના લાગતા વળગતા સંબંધિત આસામીઓએ તેઓની મિલકત અંગેના દસ્તાવેજો,ઉત્તરૉતર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટીની રકમ ભરપાઈ કરી તેઓના અસલ દસ્તાવેજો પરત મેળવવા અંગે નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર,રૂમ નં.૨૫૦, બીજો માળ, સેવા સદન, લાલબાગ, મોરબીનો તેઓના દસ્તાવેજોના સાઘનિક કાગળો સાથે તાત્કાલિક સંપર્ક કરવા નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન દમયંતિબેન બરોટની યાદીમાં જણાવાયુ છે.

- text