માળીયા હાઈવે પર એક જ દિવસમાં ત્રીજો અકસ્માત : બે ટ્રક અથડાતા એકને ઇજા

- text


માળીયા : માળીયા કચ્છ હાઈવે પર હરિપરના પાટીયા પાસે એક જ દિવસમાં ત્રીજો અકસ્માત સર્જાયો હતો. ગત મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. ઇજા ગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડીને રોડ પર ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો.

માળીયા કચ્છ હાઈવે પર હરિપરના પાટીયા પાસે ગઈકાલે વહેલી સવારથી મોડી રાત્રી દરમિયાન ત્રણ અકસ્માતના બનાવ બનવા પામ્યા છે સવારના સમયે બે ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત જ્યારે અકસ્માતમાં બેના મોત થયા હતા ત્યાર બાદ તેજ સમયે કાર પાછળ ડમ્પર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમા સદનશિબે કોઈ જાનહાની થઈ ન હતી. ત્યાર પછી મોડી રાત્રીના સમયે ટ્રકની પાછળ ટ્રક ધુસી જતા અકસ્માત સર્જાયો હતો અને એક વ્યકતિને ઈજા પોહચી હતી ઈજા પામનારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે તાત્કાલિક ટ્રકને સાઈડમાં રખાવી ટ્રાફીક કિલીયર કરાવ્યો હતો.

- text

- text