વાંકાનેરના ખીજડિયામાં સોનુ ધોવાના આવેલ ગઠિયાની ધોલાઈ

- text


દાગીના ચળકતા કરવાના બહાને મહિલાને લૂંટી લેનાર બે ગઠિયા પૈકી એક ઝડપાયો એક નાસ્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડિયા રાજ ગામે સોનાના દાગીના ધોવાના નામે ઠગાઈ કરવા આવેલા બે શખ્સોને ગ્રામજનોએ ઝડપી લઈ ધોલાઈ કરતા એક ગઠિયો નાસી છૂટ્યો હતો જ્યારે એકને પોલીસ હવાલે કરાયો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ખીજડિયા રાજ ગામે આજે બે ગઠિયા ગામમાં આવ્યા હતા અને સોનાના દાગીના ચળકતા કરી દેવાની વાત કરતા વકાલિયા રાસુલભાઈના ઘરે ગયા હતા જ્યાં ઘરે મહિલાઓ જ હોય આ મહિલાઓ તેમની જાળમાં ફસાઈ ગઈ હતી અને દાગીના ધોવા માટે આપ્યા હતા.

બીજી તરફ આ ઠગોએ મોકો જોઈ દાગીના ધોઈ આપી ચકચકાટ કરી દીધા હતા પરંતુ સાથે સાથે ત્રીસેક ટકા જેવું સોનુ કાઢી લીધું હતું.

- text

દાગીના હળવા થઈ જતા મહિલાએ માથાકૂટ કરવા લાગત આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને આ બન્ને ચિટરોમાંથી એકને ઝડપી લઈ સારી પેઠે ધોલાઈ કરી હતી જો કે, બીજો ગઠિયો ભાગી જવામાં સફળ રહ્યો હતો.

આ મામલે ગ્રામલોકોએ પોલીસને જાણ કરતા પોલીસ એક ગઠિયાને ઉપાડી લઈ બીજાની શોધખોળ ચાલુ કરી છે અને અગાઉ ક્યાં ક્યાં આવી કળા કરી છે તે અંગે માહિતી ઓકવવાની કાર્યવાહી શરૂ કરી છે.

- text