વાંકાનેરના ખીજડિયામાં ગ્રામજનો અને પરવાનેદાર વચ્ચે વિવાદ

- text


સમયસર દુકાન ખુલી ન રાખતા અને અનાજનો પૂરતો જથ્થો ન આપતા સસ્તા અનાજના દુકાનદાર સામે કાર્યવાહીની માંગ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે અનાજ વિતરણ કરતા દુકાનદાર અને ગામના લોકો વચ્ચે થયેલ વિવાદ મામલતદાર કચેરીએ પહોંચ્યો છે. ત્યારે મામલતદાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.

ખીજડીયા ગામે સસ્તા અનાજ દુકાનદાર દ્વારા જે લોકોની રાશન રશીદ બનાવેલ હતી તેમને પણ રાશન આપવામાં ન આવ્યું હતું અને ત્યાં લોકો દ્વારા તેને મૌખિક રીતે વાતચીત કરવામાં આવી હતી પણ દુકાનદાર કોઈ વાતે સમજવા ન માંગતો હોય આજે મામલદાર ઓફિસે લેખિતમાં અરજી કરવામાં આવેલ છે. રાશનની જે રશીદ આપવામાં આવી હતી તેમાં અનાજ લેવા માટે ચાર દિવસનો ટાઈમ હોય પણ મજૂરી કરતા અને પશુ પાલનના વ્યવસાયને કારણે ૪ દિવસમાં પોતાને મળતું રાશન લેવા ન જઈ શક્યા હતા

- text

જ્યારે ૫ દિવસે રાશન લેવા જતા દુકાન બંધ હતી દુકાનદારને ફોન કરીને સિંધાવદર મળવા ગયા ત્યારે દુકાનદારે રાશન આપવાની ના પાડી હતી અને ત્યાર બાદ ફોન કરતા એવું જણાવેલ કે તમારા ભાગનો જથ્થો વધશે કે પુરવણીનો માલ આવશે તો મળશે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સરકારના સસ્તા અનાજના લાયસન્સ ધરાવતા લોકોને ૧ મહિનાનો ચાલું રાખવાનું જણાવેલ છે.

સરકારના નિયમ વિરુધ્ધ આ રીતે ૪ દિવસનો સમય ક્યાંથી આવ્યો ? અને ૪ દિવસમાં પણ ટાઈમ પ્રમાણે ખુલી ન રાખતા અને પૂરો જથ્થો વિતરણ ન કરતા લોકોને મામલતદાર કચેરીમાંથી ક્યારે તપાસ કરીને દોષિત દુકાનદાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ? આવા ઘણાં બધાં પ્રશ્નો લોકોના મનમાં મુજવી રહ્યા છે ત્યારે સરકારી બાબુઓ કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું.

- text