ટંકારા તાલુકા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની ૨૫મીએ બેઠક

- text


ટંકારા : ટંકારા તાલુકા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આગામી તા.૨૫ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મામલતદારની અધ્યક્ષતામા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરીને નિર્ણયો લેવામાં આવશે.

- text

ટંકારા તાલુકા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની આગામી ૨૫મીએ યોજાનાર બેઠકમાં નવનિયુક્ત અધ્યક્ષ મામલતદાર, બિનસરકારી સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ, લલિતભાઈ કગથરા, ધીરુભાઈ ચાવડા, સામાજિક ન્યાય સમીતીના ચેરમેન અને બીપીનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. બેઠકમાં આવશ્યક ચીજ વસ્તુઓ અંગે અને પુરવઠાની બાબતો અંગે તેમજ સભ્યોની રજુઆત અંગે ચર્ચા કરવામાં આવશે.

- text