વાંકાનેર : ૩૦૦ લીટર દેશી અને ૧૭ બોટલ વિદેશી દારૂ પકડાયો

- text


દૂરથી પોલીસને આવતી જોતા આરોપી નાસી છુટયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે સીમમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ અને ૧૭ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. જયારે પોલીસને દૂરથી આવતા જોઈને આરોપી રફુચક્કર થઈ ગયો હતો. ઉપરાંત આ સ્થળે થી મળી આવેલ ૩ હજાર લીટર આથાનો પોલીસે નાશ કર્યો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરના તરકિયા ગામની સીમમાંથી દેશી દારૂનો આથો જથ્થો ૩૦૦૦ લિટર સ્થળ પર જ નાશ કરી તેમજ દેશી દારૂ ૩૦૦ લિટર અને અંગ્રેજી દારૂની ૧૭ બોટલ ઝડપી પાડેલ છે જ્યારે આરોપી ભુપતભાઈ કોળી ગામ નાળીયેરી વાળા પોલીસને દૂરથી જોઈ જતા ભાગી ગયેલ છે. જે અંગેની કાર્યવાહી કરી વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.ડી. પરમાર ચલાવી રહ્યા છે.

- text

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. બી.ડી. પરમાર ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ પરમાર, શિવરાજસિંહ વાળા, મુકેશભાઈ વસાણી, બળવંતભાઈ સાપરા, કિશનભાઇ ઝિંઝુવાડીયા રોકાયા હતા.

- text