વાંકાનેર તાલુકા પંચાયના પ્રમુખ પદે ફાતુબેન શેરસિયા : ઉપપ્રમુખ પદે રામુબેન એરવાડિયા

- text


વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ તાલુકા પંચાયતના હોલમાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ પોત પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, મહિલા અનામત પ્રમુખ માટે ભાજપમાંથી જયાબેન રઘુભાઈ અબાસણીયા (નવા ધમાલપર) અને કોંગ્રેસમાંથી શેરસિયા ફાતુબેન યુનુસભાઈ (જોધપર)ઉમેદવારી નોંધાવી હતી. તાલુકા પંચાયત ના કુલ 24 સભ્યોમાંથી 17 સભ્યો હાજર રહ્યા હતા જ્યારે 8 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ગેરહાજરમાં 1ભાજપના, 1અપક્ષ અને 6 કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

આ ચૂંટણીમાં કોગ્રેસના ઉમેદવાર ફાતુબેન યુનુસભાઈને 11 અને ભાજપના ઉમેદવાર જયાબેન રઘુભાઈને માત્ર 6 મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપમાં શાપરા દેવશીભાઈ વાલજીભાઈ (ગુંદખડા)ને પણ માત્ર 6 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામુબેન નારાયણભાઈ એરવાડિયા (આંણદપર)ને 11 મત મળ્યા હતા. આમ પ્રમુખ ઉપપ્રમુખ બન્નેમાં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસિયાએ પ્રમુખ પદે બેસવાની/જીતવાની હેટ્રિક મારી છે. આ પૂર્વે તેઓ 5 વર્ષ પ્રમુખ રહ્યા હતા.

- text

ત્યાર બાદ ફરીવાર કોંગ્રેસ સતાપર આવતા અને પ્રમુખ પદ સામાન્ય બિનનામત આવવા છતાં પ્રમુખ પદે મહિલા ફાતુબેન યુનુસભાઈ પસંદગી કરી અને અઢીવર્ષ બાદ પ્રમુખ પદમા મહિલા અનામત આવતા કોંગ્રેસે ફરી પાછી ફાતુબેનની પસંદગી કરવામાં આવી અને ચૂંટાઈ આવ્યા, આમ ફાતુબેન સતત ત્રણ વખત ચૂંટાઈને પ્રમુખ પદ જીતવાની હેટ્રિક નોંધાવી છે. વાંકાનેરની તાલુકા પંચાયતના ઇતિહાસમાં ફાતુબેન હેટ્રીક નોંધાવનાર એકમાત્ર પ્રમુખ છે તેમજ સૌથી લાંબો સમય પ્રમુખ પદ સાંભળનાર પ્રમુખ પણ બનશે. સાથો સાથ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રથમ અને એક માત્ર મહિલા પ્રમુખ બન્યા છે.

 

- text