વાંકાનેરમાં હઝરત શાહબાવા ઉર્ષની શાનદાર ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઇદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે શહેનશાહે મલંગ હઝરત મોહમ્મદ શાહબાવના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

વાંકાનેરના રાજવી રણજિત વિલાસ પેલેસમાં સચવાયેલા રહેતા હઝરત શાહબાવાના ઐતિહાસિક, અમૂલ્ય એવા ગાદી, તકિયા અને ધોકાને શાનો સૌકતથી ઉર્ષનાં ઝુલુસમાં સામેલ રાખવામાં આવ્યા હતા. હઝરત જોરાવરપીર બાવાની દરગાહ શરીફે ચાદર ચડાવીને ઉર્ષનાં ઝુલુસનું પ્રસ્થાન કરાયું હતું. ઝુલુસ મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.

- text

બાદમાં વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા , નાયબ મામલતદાર મહેશભાઈ દ્વારા દરગાહ શરીફે ચાદર ચઢાવામાં આવી હતી. આ ઉર્ષનાં જલસામાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

- text