મોરબી- રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ટ્રાફીક જામ : વાહનોની લાગી લાંબી કતાર

- text


મોરબી : રાજકોટ હાઈવે પર ટંકારા ધ્રવનગર વચ્ચે ટ્રક બંધ પડી જતા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી એક તરફ ફોર ટ્રેક હાઈવે બનતા રસ્તાની બન્ને બાજુ ખોદ કામ કરવામાં આવ્યુ છે તેને લઈ રસ્તા પર જતા વાહન બંધ થઈ જતા વાહનોના થપા લાગ્યા હતા.

- text

ફોરટ્રેક રસ્તો બનવવા માટે રસ્તાની બન્ને સાઈડ ખોદવામાં આવી છે ત્યારે આજે ધ્રવનગર અને ટંકારા વચ્ચે એક ટ્રક બંધ પડી જતા હાઈવે પર વાહનોના થપા લાગી ગયા હતા જયારે ખોદેલા રસ્તામાં પણ વાહનો આવી પહોંચતા ટ્રાફીક વધુ થયો હતો અને એમ્બ્યુલન્સ સહિત ના અનેક વાહનો ફસાયા હતા અને પોલીસને પણ આ ટ્રાફીક કલીયર કરવા માટે ભારે જેહમત ઉઠાવી પડે તેવા દ્રશયો સર્જાયા છે

- text