વાંકાનેરમાં શુક્રવારે ત્રાંસી આંખનો વિનામૂલ્યે કેમ્પ

- text


મુંબઇના ડો.રોશની દેસાઈ આપશે તબીબી સેવા : દર્દી સાથે બે વ્યક્તિ માટે નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા

વાંકાનેર : દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ રોડ, વાંકાનેર ખાતે આવતીકાલે શુક્રવારે ત્રાંસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. મુંબઈથી આવનાર ડો. રોશની દેસાઈ બાળકોની આંખના નિષ્ણાંત ડોક્ટર છે તેમની સેવાનો ખાસ લાભ આ કેમ્પમાં મળવાનો છે. આ કેમ્પમાં દર્દીઓ અને તેમની સાથે આવનાર બે સગાસંબંધીઓ માટે રહેવા-જમવાની સુવિધા પણ ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આપવામાં આવે છે

- text

સામાન્ય રીતે આ પ્રકારના આંખના કેમ્પનું આયોજન દર મહિને થતું હોય છે જે દર્દીઓને અગાઉથી ઓપરેશન નક્કી થયેલા હશે તેઓના ઓપરેશન આ કેમ્પમાં તા.૨૩ જૂન શનિવારના રોજ કરી આપવામાં આવશે. હાજર રહેલ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અન્ય દર્દીઓને પણ ઓપરેશન કરવામાં આવશે અથવા અન્ય દર્દીઓને આવનારા કેમ્પ માટે ઓપરેશનની તારીખ આપવામાં આવશે. દરેક લોકો આ વિનામૂલ્યે કેમ્પની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે તેવી ખાસ અપીલ પણ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે.

વધુ માહિતી માટે ધવલભાઇ કથરીયા મો.નં.૯૪૦૮૯ ૩૯૯૮૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૮ દરમિયાન ત્રાંસી આંખ ના ૮૬૧૪ દર્દીઓ આવેલ જેમાંના ૧૦૯૮ના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવેલ છે.

- text