વાંકાનેરમાં ગુજરાતના સૌપ્રથમ ચિલ્ડ્રન ગર્લ્સ સાઇન્ટીસ્ટ સેન્ટરનો પ્રારંભ

- text


વાંકાનેર : વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગુજરાતનું સૌપ્રથમ ચિલ્ડ્રન ગર્લ્સ સાઇન્ટીસ્ટ સેન્ટરનો બ્રહ્માંડ ગુરુ નેશનલ રિસર્ચ સેન્ટર મુંબઈ ના મહાન વૈજ્ઞાનિક ડોકટર જે.જે રાવલ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.

ડોક્ટર જે.જે રાવલ ને આમ તો બ્રહ્માંડ ગુરુ નાં નામથી દેશભરમાં જાણીતા છે. ડોક્ટર રાવલ સાહેબ એક ખ્યાતનામ ખગોળશાસ્ત્રી છે તેમના દ્વારા કરવામાં આવેલા સંશોધનોને નાસાએ પણ માન્યતા આપેલ છે. તેઓને ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબના હસ્તે પણ મેડલ મળ્યા છે. આવિ દેશની એક લોકપ્રિય વ્યક્તિના હાથે શુભારંભ એ વાંકાનેર નું ગૌરવ છે.

- text

ઉપરોક્ત સમારોહમાં મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપાલ ગીતાબેન ચાવડા, વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન હર્ષાબેન મહેતા તેમજ નગરપાલિકા સદસ્ય રીટાબા રાઠોડ તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ડોક્ટર જે.જે રાવલ સાહેબે વાંકાનેરમાં આવેલ કિડ્સ લેન્ડ સ્કૂલમાં પણ વિજ્ઞાનનું સેમિનાર યોજી બાળકોને વિજ્ઞાનનું જ્ઞાન આપેલ જેમાં તેમની સાથે વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ પણ ઉપસ્થીત રહેલ.

- text