મોરબીની પી.જી.પટેલ કોલેજમાં છાત્રોના પ્રથમ દિવસને અનોખી રીતે યાદગાર બનાવાયો

- text


મોરબી : મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા પી.વી.પટેલ કોલેજમાં સત્રનો પ્રથમ દિવસ છાત્રો માટે યાદગાર બનાવવામાં આવ્યો હતો. નવા છાત્રોનું પ્રથમ દિવસે પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રાથના અને યોગ કરીને વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

પી.વી. પટેલ કોલેજ દ્વારા સત્રનો પ્રથમ દિવસ છાત્રો માટે યાદગાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિને કોલેજમાં ફર્સ્ટ ડે ઓફ માય કોલેજ લાઈફ નામનું વિશેષ સ્ટેજ બનાવવામાં આવ્યુ હતું. આ આકર્ષક સ્ટેજ પર વિદ્યાર્થીઓએ સેલ્ફીઓ ખેંચીને આનંદ માણ્યો હતો. બાદમાં કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ અને પ્રો.જિનદાસ ગાંધીએ વક્તવ્ય આપીને નવા વિદ્યાર્થીઓને કોલેજ વિશે માહિતી આપી હતી.

- text

આ ઉપરાંત દરેક ક્લાસમાં વિધાર્થીઓએ બોર્ડમાં પોતાના ઓટોગ્રાફ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ આ તમામ ક્ષણો યાદગીરી રૂપે રાખવા માટે પોતાના કેમેરામાં કેદ કરી હતી. આ તકે પી વી પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ, આચાર્ય રવિન્દ્ર ભટ્ટ અને કોલેજના સ્ટાફે વિધાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- text