ચલો સ્કૂલ ચલે હમ : મોરબી જિલ્લામાં ભૂલકાઓનો હરખભેર શાળા પ્રવેશ

- text


૧) મોટીબરાર ગામે યોજાયો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

માળિયાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા અને ઈ.બી.બી. મોડેલ શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માળિયા તાલુકા વિકાસ અધિકારી ચાવડા તથા સરવડના સી.આર.સી. આશીષભાઇ દ્વારા આંગણવાડીના બાળકો, તેમજ ધોરણ ૧ અને ૯ ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મનુષ્ય ગૌરવ ગાન, દેશ ભક્તિ ગીત અને સુંદર વકતવ્યો રજૂ કર્યા હતા. ધોરણ ૧ ના પ્રવેશપાત્ર બાળકોને માળિયાના મુરલીધર યુવા ગ્રૂપ તરફથી સ્કૂલ બેગ તેમજ પ્રાથમિક શાળાના ભુતપૂર્વ આચાર્ય રાણા સાહેબ તરફથી વોટરબેગ આપવામાં આવી હતી. તો સાથે ધોરણ ૧ થી ૧૨ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ મહેમાનો દ્વારા શાળાના આંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે બાબુભાઈ ડાંગર, કાનજીભાઇ ડાંગર, હરિભાઇ ડાંગર, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

૨) હડમતિયામાં બાળકોને કર્યો શાળા પ્રવેશ

ટંકારા તાલુકાના હડમતિયા ગામે અેમ.અેમ.ગાંધી વિધાલયમાં શાળા પ્રવેશોત્સવ યોજવામા આવ્યો હતો. આ પ્રસંગે ધોરણ-૧ માં ૩૪ અને હાઈસ્કુલ ધોરણ-૯માં ૬૦ બાળકોને તેમજ આંગણવાડીમાં ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે ટંકારા તાલુકા મામલતદાર અેમ.જે. પટેલ તથા લજાઈ સી.આર.સી કો-અોડિનેટર શૈલેષભાઈ સાણજા, સરપંચ, માજી સરપંચ, માધ્યમિકશાળાના પ્રમુખ, આચાર્ય, ટ્રસ્ટીઅો તથા પ્રાથમિકશાળાના આચાર્યો, શિક્ષક પરિવાર, અેસ.અેમ.સી અધ્યક્ષો,વાલીગણ, દાતાઅો,ગ્રામજનો તેમજ વિધાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.
૩) ઓટાળા સરકારી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી

ઓટાળા સરકારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતમાં બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી એકતા સંગઠન ના પ્રમુખ બેચર ધોડાસરા રવિ દેસાઈ સહીતના સભ્યો સાથે આજે ઓટાળા સરકારી શાળામા નવા આવતા બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તકે અવલ નંબર મેળવનાર નુ બહુમાન કર્યું હતું

- text