મોરબી ફ્લોર ટાઇલ્સ એસો.ના પ્રમુખનો તાજ કિશોર ભાલોડિયાના શિરે

- text


પ્રફુલભાઈ દેત્રોજાની ટર્મ પૂર્ણ થતા આજે મોરબી સિરામિક એસો. હોલ ખાતે પ્રમુખપદની ચુંટણી યોજાઈ

મોરબી: મોરબી સિરામિક ફ્લોર ટાઇલ્સ એસોસીએશનના હોદેદારોની વરણી માટે આજે ચુંટણી યોજવામાં આવી હતી જેમાં મોરબી સિરામિક ફ્લોર ટાઈલ્સના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયા ચૂંટાઈ આવ્યા છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ વૈશ્વિક કક્ષાએ ઉડાન ભરી રહ્યો છે. વિશ્વ કક્ષાના આ ઉદ્યોગના શક્તિશાળી સંગઠન એવા મોરબી ફ્લોર ટાઈલ્સ એસોનો કાર્યભાર સંભાળતા પ્રફુલભાઈ દેત્રોજાની ટર્મ પૂર્ણ થતા આજે લાલપર નજીક આવેલી મોરબી સિરામિક એસો હોલ ખાતે પ્રમુખપદની ચુંટણી યોજવામાં આવી હતી લોકશાહી ઢબે યોજાતી ચુંટણીમાં બેલેટ પેપરથી નિયમ અનુસાર મતદાન કરવામાં આવ્યું હતું.

- text

ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે યુવા ઉદ્યોગપતિ સાગરભાઈ સદાતીયા અને કિશોરભાઈ ભાલોડીયાએ દાવેદારી નોંધાવી હતી અને ૧૨૪ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો જે ચુંટણીમાં મોરબી ફ્લોર ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે કિશોર ભાલોડીયાને ૮૨ મત મળતા તેનો વિજય થયો હતો જયારે સાગર સદાતીયાને ૪૨ મતો મળ્યા હતા.

- text