મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર કારખાનાના પાછળના ભાગે જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રૂ ૪૨૯૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં મહાદેવ નળીયાના કારખાનામાં જુગાર રમતા સતીષભાઇ બાબુભાઇ સુરેલા ઉવ.૨૨ ધંધો મજુરી રહે.કબીર ટેકરી શેરી નં.૨, સુરેશભાઇ મનુભાઇ વાઘાણી ઉવ.૨૭ રહે.કબીર ટેકરી શેરી નં.૨, અરવિંદભાઇ ભગુભાઇ વાઘાણી ઉવ.૨૨ રહે.લીલાપર રોડ ઇન્ડિયા કારખાનાની ઓરડીમા, બટુકભાઇ બાબુભાઇ સોમાણી જાતે-કોળી ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.મહાદેવ નળીયાના કારખાનાની ઓરડીમાં ,લીલાપર રોડ વાળાને પકડી ઝડપી લીધા હતા ચારેય આરોપીઓની રૂ.૪૨૯૦ સાથે ધરપકડ કરી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text