ટંકારામાં બોગસ સીરામીક પેઢી ઉભી કરી છેતરપીંડી કરનાર ત્રણેય શખ્સો ૩ દિવસની રિમાન્ડ પર

- text


પોલીસ તપાસમાં ભાડા કરાર કરનાર હયાત ન હોવાનું ખુલતા અનેક તર્ક વિતર્કો સર્જાયા

ટંકારા : ટંકારામાં બોગસ દસ્તાવેજ આધારે બોગસ ફેક્ટરી દેખાડી જીએસટી નંબર પર વેપાર કરનાર ત્રણે શખ્સોના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર પર્યા છે. પોલીસ તપાસમાં ભાડા કરાર કરનાર હયાત ન હોવાનું ખુલતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ટંકારામાં ડોક્યુમેન્ટ મેળવી બોગસ સિરામિક પેઢી બનાવી છેતરપીંડી કરનાર ત્રણ શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ટાઇલ્સના વેપારી પટેલ રાજેશ પોપટભાઈ, ધર્મેશભાઈ રબારી અને ધર્મેન્દ્ર રબારીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપવામાં આવ્યા છે તપાસ મા ખુલ્યા પ્રમાણે રબારી બંધુઓએ ભેગા મળી સજનપર ઘુનડા ગામે બોગસ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી જીએસટી નંબર મેળવ્યો હોય જેમાં ઉપરોક્ત ટાઈલ્સ વેપારી રાજેશ પટેલે ૧૨ દિવસમાં જીએસટી નંબર નો ઉપયોગ કરી દોઢ કરોડ જેટલા રકમનો વેપાર કરી ટેક્સ ચોરી આચરી હોવાનો આરોપ લાગ્યો છે.

- text

ટંકારાના ફોજદાર ચૌધરીએ આ મામલે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે જેના ભાડા કરાર કર્યા હતા તપાસમાં ભાડે આપનાર નુ દોઢ વર્ષ પહેલાં મોત થયા નુ બહાર આવ્યું હતું. તો તેના પુત્ર પાસેથી આ બંને એ અન્ય કામ સબબ ડોક્યુમેન્ટ મેળવી અને જીએસટીમાં ઉપયોગ કર્યાનું જાણવા મળ્યું છે તો સાથે જેમની પાસે સોગંદનામું અને ભાડા કરાર કરવામાં આવ્યા છે એ વકીલની ભુમીકા શુ છે આ વકીલે કયા આધારે સોગંદનામુ કર્યા અને તેની ભૂમિકા શું છે વગેરેની તપાસ ચાલુ છે

આ બાબતે નાયબ રાજ્ય વેરા કમિશનરની કચેરીમાં સહાયક આર એમ રાઠોડ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી કચેરીએ હજુ કોઈ પહોંચ્યા નથી. અમને મળ્યા બાદ અમારા તરફથી પણ ફરિયાદની કાર્યવાહી આગળ ધરાશે તો જીએસટી નંબર રદ કરવા અત્રેની કચેરીએથી સુચના પણ આપી દેવામાં આવી છે અને આ બાબતની હકીકત મોરબી કચેરીને જોવા જણાવ્યું છે.

- text