મોરબી : પગાર વધારા મુદે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોનું આવેદન

- text


અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોનું વેતન ઓછું : પગારની વિસંગતતા દૂર કરવાની માંગ

મોરબી : મોરબી જિલ્લા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારી મંડળ દ્વારા વેતન વધારા સહિતના લાભો આપવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોને પગાર ધોરણ રૂ.૫૨૦૦- ૨૦,૨૦૦, ગ્રેડ પે રૂ.૨૪૦૦ અને ૨૫,૫૦૦ – ૮૧,૧૦૦(લેવલ-૪) કરી આપવાની માંગ ઉઠાવી છે.

મોરબી જિલ્લા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર કર્મચારી મંડળે રજુઆતમાં જણાવ્યું હતું કે પંચાયત સેવા હેઠળના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સાથે ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું પગાર ધોરણ ગુજરાત રાજ્ય કરતા વધુ છે. ત્યારે પગાર ધોરણમાં રહેલી આ વિસંગતતા દૂર કરી આપવામાં આવે તેવી માંગ છે.

- text

વધૂમાં જણાવ્યું કે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોને પગાર ધોરણ રૂ.૫૨૦૦- ૨૦,૨૦૦, ગ્રેડ પે રૂ.૨૪૦૦ અને ૨૫,૫૦૦ – ૮૧,૧૦૦(લેવલ-૪) કરી આપવામાં આવે તેમજ બઢતીની તક મર્યાદિત હોય જેથી ઉચ્ચતર પગાર ધોરણ ૯ વર્ષે ૯૩૦૦-૩૪,૮૦૦ જી.પી. ૪૨૦૦, ૨૦ વર્ષે ૯૩૦૦-૩૪૮૦૦ જી.પી. ૪૪૦૦ અને ૩૧ વર્ષે ૯૩૦૦-૩૪૮૦૦ જી.પી. ૪૬૦૦ કરવામાં આવે તેવી માંગ છે.

- text