માળીયા તાલુકાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા

- text


ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાલુકાના અગ્રણીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નો સાંભળ્યા , અધિકારીઓને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સૂચના આપી

મોરબી : ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, કોંગ્રેસ સંગઠનના આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી તેને ઉકેલવાની તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પુરવઠા બોર્ડના ઇજનેરને સૂચના આપી હતી.

ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યા, બિસ્માર રસ્તાઓ, રેશનકાર્ડ ધારકોને પડતી મુશ્કેલીઓ, એસ.ટી.સુવિધા, વિધવા, ત્યકતા દિવ્યાંગ સહાયની ચુકવણી, શૌચાલય સબસીડી વગેરે બાબતોની ચર્ચા કરી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં. આ તમામ પ્રશ્નોના તત્કાલિક ઉકેલ લાવવા બેઠકમાં હાજર રાખવામાં આવેલ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

- text

બેઠકમાં ધર્મેન્દ્રભાઈ વિડજા, રમેશભાઈ વિડજા, રસિકભાઈ પારજીયા, રમેશભાઈ કૈલા, કુલદીપસિંહ જાડેજા, ડી.ડી.સરડવા, ઉમરભાઈ જેડા, રમેશભાઈ ફુલતરિયા, મામલતદાર નિનામાં, ટીડીઓ ચાવડા અને પાણી પુરવઠા ઈજનેર રાઠોડ સાહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text