મોરબીમાં પર્યાવરણ દિને જ વૃક્ષનું કત્લેઆમ : પર્યાવરણ પ્રેમીઓની ઉપવાસની ચીમકી બાદ નવા ૧૫ વૃક્ષો વાવવાની ખાતરી

- text


પર્યાવરણ પ્રેમી જીવરાજભાઈ લખિયા અને સતીશ કાનાબારએ ઉપવાસ પર બેસી જવાની ચીમકી આપતા વૃક્ષો કાપનારાઓએ માફી માંગી

મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસે જ રવાપર રોડ પર દિવાલના કામ દરમિયાન વૃક્ષનું કત્લેઆમ કરવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે પર્યાવરણપ્રેમી જીવરાજભાઈ લખિયા અને સતીશ કાનાબારે ઉગ્ર રજુઆત કરતા વૃક્ષ કાપનારે માફી માગી હતી. અને દિવાલનું કામ પૂર્ણ થયા બાદ અહીં ૧૫ વૃક્ષ વાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

આ અંગે સામાજિક કાર્યકર સતીશભાઈ કાનાબારે જણાવ્યું હતું કે ગઇકાલે વિશ્વ પર્યાવરણ દિવસ હતો ત્યારે રવાપર રોડ ઉપર જયરાજ પાર્ક ની સામે નાળા ની અંદર દીવાલનું કામકાજ કરી રહેલ કોન્ટ્રાક્ટ ના માણસો દ્વારા રાત્રીના રોડ પરના ઝાડને તેમજ ઝાડના પિંજરાને ઉખેડીને ફેકી દેવામાં આવેલ જેની સવારના પહોરમાં મને આ વાત ની જાણ થતાં મોરબી મા જેને હજારો વૃક્ષ વાવેલા છે અને આ વૃક્ષો ની માવજત કરી રહેલા જીવરાજભાઈ લીખિયા અને હું તુરંત નગરપાલિકાએ રજુઆત અર્થે દોડી ગયા હતા.

- text

ત્યાં પ્રમુખ ને રજૂઆત કરી આ બાબત નો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહી આવેતો તુરંત ઉપવાસ પર બેસી જવાનું જણાવતા પ્રમુખે ગંભીરતા સમજતા તાત્કાલિક કોન્ટ્રાક્ટ ના જવાબદાર માણસોએ આવીને માફી માંગેલ હતી અને ફરીને ત્યાં હતા તેનાથી પણ વધારે ઝાડ વાવવા માટેનુ પેમેન્ટ જીવરાજભાઈને આપી દિધુ હતું. અને આ દિવાલનું કામકાજ પૂરું થઈ ગયા બાદ ફરીને અઠવાડિયા બાદ ત્યાં આશરે ૧૫ જેટલા વૃક્ષો વાવવવા મા આવશે તેની ખાતરી આપી હતી.

- text