મોરબીની એલીટ સાયન્સ કોલેજે બીએસસી સેમ-૨ માં મેળવ્યું ૧૦૦ ટકા પરિણામ

- text


મોરબી : મોરબીની જાણીતી એલીટ સાયન્સ કોલેજે બી.એસ.સી.ના પ્રથમ વર્ષે જ બીજા સેમેસ્ટરમાં ૧૦૦ ટકા જેવું ઝળહળતું પરિણામ મેળવ્યું છે. સાથે મોરબીના ટોપ થ્રીમાં આ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

- text

મોરબીની એલીટ સાયન્સ કોલેજે પ્રથમ વર્ષે જ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. બી.એસ.સી.ના પ્રથમ વર્ષે જ કોલેજે ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યું છે. ઉપરાંત કોલેજના ત્રણ છાત્રો મોરબીમાં ટોપ થ્રીમાં આવ્યા છે. હાર્દિક રાણીયાએ ૮૭.૦૯ ટકાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૮મો અને મોરબીમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. શેરસિયા અયાજે ૮૫.૬૪ ટકા સાથે જિલ્લામાં દ્વિતીય અને શશીકાંત કાસુન્દ્રાએ ૮૪.૫૫ તક સાથે તૃતીય ક્રમાંક હાંસલ કર્યો છે.

- text