ધોરણ ૧૨ સાયન્સ પછી શું ? મોરબીમાં ૮ મીએ કેરીયર અને એડમિશન માટે ફ્રી સેમિનાર

- text


૧૨ સાયન્સમાં ટકાવારી મુજબ દેશ વિદેશમાં અભ્યાસની તકો વિશે ડો.ઉમેશ ગુર્જર આપશે સચોટ માર્ગદર્શન

મોરબી : ધોરણ ૧૨ સાયન્સ પછી શું ? મેડીકલમાં જવું કે અન્ય ફેકલ્ટીમાં ? આજે વિદ્યાર્થી વાલીઓને આ જટિલ પ્રશ્ન ખૂબ જ મૂંઝવી રહ્યો છે ત્યારે આગામી ૮ મી જૂને મોરબીના ટાઉનહોલ ખાતે ડો. ઉમેશ ગુર્જર વિદ્યાર્થીઓએ કારકિર્દી ઘડતર અને દેશ વિદેશમાં અભ્યાસની તકો અંગે સચોટ માર્ગદર્શન આપશે.

વર્તમાન સમયમાં ધોરણ ૧૨ સાયન્સ ઉત્તીર્ણ કર્યા બાદ ટકાવારીના પ્રમાણમાં થોડા ઘણા ફેરફારને કારણે એડમિશન માટે ક્યાં જવું ? જુદા જુદા અભ્યાસક્રમમાં ફી નું ધોરણ કેટલું હશે ? ગુજરાત બહારની કોલેજમાં એડમિશન કઇ રીતે લેવુ ? બહારની કોલેજ માન્ય હશે કે કેમ સહિતના અનેક પ્રશ્ન મુંઝવતા હોય છે, આ સંજોગોમાં અમદાવાદની ઓમ એજ્યુકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મોરબીના ટાઉનહોલ ખાતે તા. ૮ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ડો. ઉમેશ ગુર્જર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી ઘડતર અને એડમિશન અંગે વિનામૂલ્યે સેમિનાર યોજી સચોટ માર્ગદર્શન આપશે.

- text

વધુમાં આ સેમિનારમાં મેડીકલમાં એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએચએમએસ,બીપીટી સહિતની ફેકલ્ટી અંગે માર્ગદર્શન આપી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય ૧૮ રાજ્યો ઉપરાંત વિદેશમાં જર્મની, યુકે,યુએસએ, બેલારુસ, અમેરિકા, જ્યોર્જીયા સહિતના ૨૨ દેશોમાં અભ્યાસની તકો અને સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે તદ્દન વિનામૂલ્યે યોજવામાં આવેલ આ સેમિનારમાં રજીસ્ટ્રેશન ફરજીયાત છે જેથી વહેલી તકે મોબાઈલ નંબર ૭૦૬૯૦ ૦૭૬૧૧ અથવા ૭૦૬૯૦ ૦૭૬૧૨ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

- text