મોરબી જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૪૦ ટકા પરિણામ

- text


ટંકારા સેન્ટર ૭૨.૩૩ ટકા સાથે પ્રથમ ક્રમે : જિલ્લામાં માત્ર એક જ છાત્રએ મેળવ્યો A1 ગ્રેડ

મોરબી : મોરબી જિલ્લાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૫૬.૪૦ ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ ૭૨.૩૩ ટકા પરિણામ ટંકારા સેન્ટરનું આવ્યું છે.

આજરોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાનું ૫૬.૪૦ ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં કુલ ૭૦૪૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૬૯૪૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં માત્ર ૧ વિદ્યાર્થીએ A1, ૧૩૮ એ A2, ૫૪૮એ B1, ૧૦૦૬એ B2, ૧૨૩૫એ C1, ૭૪૧એ C2, ૧ એ E1 અને ૩૧૨૫એ EQC ગ્રેડ મેળવ્યા છે.

- text

સેન્ટર વાઇઝ પરિણામ જોવા જઈએ તો ટંકારા સેન્ટર ૭૨.૩૩ ટકા સાથે પ્રથમ, હળવદ ૬૮.૫૬ ટકા સાથે બીજા ક્રમે, વાંકાનેર ૬૧.૯૮ ટકા સાથે ત્રિજા ક્રમે અને મોરબી ૫૮.૨૪ ટકા સાથે ચોથા ક્રમે રહ્યું છે.

- text