મોરબીના પત્રકાર નિલેશ પટેલનો પુત્ર મિત ધોરણ ૧૨ માં 98.21 પીઆર

- text


મોરબી : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીના પત્રકાર નિલેશ પટેલના પુત્ર મિત પટેલે 98.21 પીઆર મેળવી પટેલ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

પત્રકારો આમ તો સતત જનતા ની સમસ્યાઓ માટે દોડતા હોય છે અને આ દોડાદોડી માં પોતાના પરિવાર માટે સમય કાઢવો તેમના માટે થોડો મુશ્કેલ હોય છે પણ એમના જીવન માં જ્યારે સંતાનો કાંઈક સારી સિદ્ધિ હાંસલ કરે ત્યારે સંતાન ની સફળતા તે બધો થાક ભૂલી ને ખુશી ખુશી ઉજવતો હોય છે

મોરબી જિલ્લા ના ઇન્ડિયા ટીવી અને સંદેશ ન્યુઝ ટીવી ચેનલ ના પત્રકાર નિલેશ પટેલ ના પુત્ર મિત એ ધોરણ 12 કોમર્સ ની પરીક્ષા માં 98.21 પીઆર અને 81.21 % મેળવી ને સમગ્ર નેસડીયા પરિવાર ઉપરાંત મોરબી ના પત્રકાર પરિવાર નું નામ રોશન કર્યું છે

- text

સ્વભાવે તોફાની અને મસ્તીખોર મિત માટે ધોરણ 12 માત્ર એક સિડી હતી તેનો ઈરાદો સીએ થવાનો છે અને હાલ તે અમદાવાદ ખાતે સીએ થવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે લક્ષ્ય સુધી પહોંચવા ની ઘુન હાલ તેના મન માં સવાર છે ત્યારે મોરબી પત્રકાર પરિવાર ના તારલા લેવા મિત ને તેની મંજિલ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ

 

- text