મોરબીની છાત્રા ઉર્વીશા બાવરવાએ ધો.૧૨માં એકાઉન્ટમાં મેળવ્યા ૧૦૦ માર્કસ

- text


બેલા ગામના ખેડૂતની દીકરી ૯૭.૯૯ પીઆર સાથે ઉત્તીર્ણ : CA બનવાનું સ્વપ્ન

મોરબી : મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય અને દાવા એકેડમિની વિદ્યાર્થીની ઉર્વીશા બાવરવાએ ધો ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭.૯૯ પીઆર સાથે એકાઉન્ટમાં ૧૦૦ માર્કસ મેળવી શાળા , ટ્યૂશન અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

બેલા (રંગપર) ગામના ખેડૂત શાંતિલાલ બાવરવાની પુત્રી ઉર્વીશાએ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે. ઉર્વીશા બાવરવાએ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭.૯૯ પી.આર સાથે એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવ્યા છે.

- text

ઉર્વીશા બાવરવા મોરબીની સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. સાથે નવા બસ સ્ટેન્ડ સામે આવેલ દાવા એકેડમીમાંથી ટ્યૂશન લે છે. ઉર્વીશાની આ સિદ્ધિ બદલ શાળા તેમજ ટ્યૂશન પરિવારે તેને અભિનંદન પાઠવ્યા છે. ધો.૧૨માં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ઉર્વીશા CA બનવા માંગે છે.

- text