હળવદમાં સ્વ. દેવશંકર દવે પરિવારે ૧૩૧ ભુદેવોને સમુહભોજન કરાવ્યું

- text


હળવદ : હળવદમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિતે સ્વ.દેવશંકર છગનલાલ દવે પરિવાર દ્વારા ભીડભંજન મહાદેવ મંદિરના સાનિધ્યમાં ૧૩૧ ભુદેવોના સમૂહ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટે કાશી તરીખે જગવિખ્યાત હળવદ શહેર ચારો દિશાએથી ભગવાન ભોળાનાથના શિવાલયો થી ઘેરાયેલું છે ત્યારે તેમાના જ એક ઐતિહાસિક શિવાલય ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સ્વ. દેવશંકર છગનલાલ દવે પરિવાર દ્વારા ૧૩૧ ભૂદેવોનું પૂજન કરી અને સમૂહ બ્રહ્મ ભોજનનું આયોજન કર્યું હતું.

- text

હળવદ બ્રાહ્મણો ની ભૂમિ થી પ્રખ્યાત છે ત્યારે એક પૌરાણિક ગરબા ની કળી “બ્રાહ્મણ જમે તે માને ગમે” તે અચૂક આ તકે યાદ આવે અને આ પ્રસંગે દવે પરિવાર ના વડીલ ગં.સ્વ હસુમતીબેન મણિલાલ દવે એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સર્વે ભૂદેવોએ પ્રેમ ભાવ થી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

 

- text