મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનને પ્રદેશ કોંગ્રેસની શો કોઝ નોટિસ

- text


કારોબારી ચેરમેનને શિસ્ત ભંગ બદલ નોટિસ ફટકારી હોવાની ચર્ચા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોર ચિખલિયાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન કિશોર ચીખલીયાને પ્રદેશ કોંગ્રેસ દ્વારા શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસે કારોબારી ચેરમેનને શિસ્ત ભંગ બદલ આ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ચૂંટણીના બાકી હિસાબો બાબતે કિશોર ચીખલીયાએ પ્રદેશના નેતાઓને કરેલી ઉગ્ર રજૂઆત અને આ મુદ્દે થયેલી રકજક કારણભૂત હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસ દ્વારા કારોબારી ચેરમેનને શો કોઝ નોટીસ ફટકારવાના કારણે મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસમાં ભારે હલચલ મચી ગઈ છે.

 

- text